Default Page Header Imagee

E-bike and e-scooter fire safety information in Gujarati

ઘરમાં ઇ-બાઇક અને ઇ-સ્કૂટર સંબંધિત આગ સલામતીની માહિતી

તમારી ઇ-બાઇક અથવા ઇ-સ્કૂટરની બેટરીને સુરક્ષિત રીતે ચાર્જ કરવાની ખાતરી રાખો. આગના જોખમને ઘટાડવા માટે નીચેનાં સરળ પગલાંને અનુસરો.

  • જ્યારે તમારું ડિવાઇસ (ઉપકરણ) ચાર્જ થતું હોય, ત્યારે તમારે આસપાસ રહેવું આવશ્યક છે. તમે સૂતા હો, ત્યારે તમારા ઉપકરણને ચાર્જ પર મૂકતા નહીં.
  • બહાર જવાના માર્ગને અવરોધિત કરી શકે એવી જગ્યાએ બેટરી ન રાખો. પરસાળ-હોલવેમાં તમારી બેટરીને ચાર્જ કરવા ન રાખો.
  • તમારી બેટરી માટે મૂળ અને બંધબેસતા-સુસંગત ચાર્જરનો જ ઉપયોગ કરો.
  • માત્ર વિશ્વાસુ દુકાનો અને ઉત્પાદકો પાસેથી જ ઇ-બાઇક, ઇ-સ્કૂટર્સ અને બેટરી ખરીદો.
  • હંમેશાં ઉત્પાદકની સૂચનાઓ અનુસરો. બેટરીમાં સુધારા-ફેરફારો કે તેની સાથે ચેડાં કરવાનાં પ્રયાસ કરશો નહીં.
  • તમારી બેટરી અને ચાર્જર, સલામતીના ધોરણોને અનુસરે છે તે સુનિશ્ચિત કરવા માટે સીઇ અથવા યુકેસીએ (CE કે UKCA)નાં સલામતી માર્કિંગ-ચિહ્નો ચકાસો.
  • એક નિષ્ણાત વ્યક્તિ જ ઇ-બાઇકનું રૂપાંતર-ફેરફારો કરે, તેવી ભલામણ કરવામાં આવે છે.